બારડોલી નગરપાલિકા માં આપનું સ્વાગત છે


                                                  bardoli


બારડોલી

બારડોલી (અંગ્રેજી : Bardoli) દક્ષિણ ગુજરાતનું મહત્વનું શહેર છે. આ શહેર નગરપાલિકાનોદરજ્જો ધરાવે છે. બારડોલી બારડોલી તાલુકો,સુરત જિલ્લો, રાજ્ય ગુજરાત, દેશ ભારતમાંઆવેલું છે.ભૂગોળફેરફાર કરો
બારડોલીનું ભૌગોલિક સ્થાન ૨૧.૧૨° N ૭૩.૧૨° Eછે. [૧] સમુદ્રની સપાટીએથી બારડોલીની સરેરાશ ઉંચાઇ ૨૨ મીટર (૭૨ ફુટ ) છે.

ઇતિહાસફેરફાર કરો

બારડોલી નગર ઐતિહાસિક નગર છે. સ્વાતંત્રતાના ઇતિહાસમાં આ નગરનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ નગરનો પ્રાચીન ઇતિહાસ કોઈ પણ પુસ્તકમા ઉપલબ્ધ નથી.પરંતુ બારડોલી નજીકમાં આવેલ કેદારેશ્વરના પ્રાચીન ઇતિહાસ સાથે બારડોલી સંકળાયેલું છે. હાલની મીંઢોળા નદી પ્રાચીનકાળમાં મંદાકીની નદી તરીકે ઓળખાતી હતી. તેમાં પ્રચંડ પૂર આવવાથી પ્રાચીન નગર કેદારેશ્વર નગરનો નાશ થયો અને લોકોએ સ્થળાંતર કરી બાળાદેવી મંદિર આગળના ઉચાણવાળા ભાગમાં જઈ વસવાટ કર્યો હતો. વખત જતા આ સ્થળનું નામ બાળાદેવી પરથી બારડોલી થયું તેવી લોકવાયકા છે.

બ્રિટીશરાજફેરફાર કરો
મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ગોરી સલ્તન સામે સત્યાગ્રહ આદર્યો હતો ત્યારે તેમના મોટા ભાગના અનુયાયીઓ બારડોલીના હતા. બારડોલીની પ્રજાના આત્મવિશ્વાસ અને અડગ હિમ્મત વિષે ગાંધીજીને પુરો વિશ્વાસ હતો. જ્યારે સને ૧૯૨૮માં સરકારી વેરાઓ વિરુધ્ધમાં ગોરી સલ્તનત સામે સત્યાગ્રહ શરૂ કરવા માટે બારડોલીની પસંદગી કરેલી અને સત્યાગ્રહીઓના નેતા તરીકે સ્વ.વલ્લભભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. આ સત્યાગ્રહ સફળ થતા વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બીરૂદ આપવામાં આવ્યું હતું.

બારડોલી સત્યાગ્રહફેરફાર કરો

મુખ્ય લેખ : બારડોલી સત્યાગ્રહ

ઈ.સ. ૧૯૨૮માં થયેલ બારડોલી સ્ત્યાગ્રહ એ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે.આ સ્ત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાતાને કારણે શ્રી વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં અને દેશના સરદાર તરીકે ઓળખાયા.


News

15.08.2016 બારડોલી નગરપાલિકા માં આપનું સ્વાગત છે

.


read more...